વહાલી દીકરી યોજના
વહાલી દીકરી યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક - મસક/132019/1181/અ મુજબ તારીખ 19/11/2019 થી વહાલી દીકરી યોજના અમલ મૂકવામાં આવેલ છે
કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર મહિલા વિંગ અને icds દ્વારા સંયુક્ત રીતે વાહલી દિકરી યોજના નું અમલીકરણ કરવામાં આવે છે.
યોજનાનો હેતુ :
- દીકરીઓનો જન્મ પ્રમાણ વધારવા
- દીકરીઓ નું શિક્ષણ માં વધારો કરવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા
- દીકરીઓ તથા મહિલાઓનુ સમાજના સર્વાંગી સશક્તિકરણ કરવા
- દીકરીઓના બાળલગ્ન અટકાવવા
વાલી દિકરી યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે?
- ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તથા ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ થશે.
- તાલુકા કક્ષાએ સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતેથી આ અરજી પત્રક મળશે.
- જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી આ અરજી પત્રક મળમળશે?
ખાસ નોંધ: વ્હાલી દીકરી યોજના નું અરજી પત્રક ફોર્મ વિનામૂલ્યે મળવાપાત્ર છે.
મંજૂરીની પ્રક્રિયા કઈ રીતે થશે?
- લાભાર્થી દીકરીના માતા-પિતા એ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે તથા સદર અરજી જનસેવા કેન્દ્ર/ સેવાસેતુમાં પણ આપી શકાશે.
- અરજી મળ્યેથી 15 દિવસમાં જે તે તેજાની મુખ્યસેવિકા એ ગૃહ મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી સી.ડી.પી.ઓ શ્રીને મોકલવાની રહેશે જે તે સી.ડી.પી.ઓ શ્રી એ જરૂરી ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથી મહિલા અને બાળ અધિકારી શ્રી ને પંદર દિવસમાં આજે અરજી બાબતે માહિતી મોકલી આપવાની રહેશે.
- મહિલા અને બાળ અધિકારી એ નિયમોનુસાર જરૂરી ચકાસણી કરી 15 દિવસમાં અરજી મંજૂર અથવા નામંજૂર કરી ને અરજદારને ઓનલાઇન જાણ કરવાની રહેશે.
ખાસ નોંધ: આ સમ્પૂર્ણ પ્રક્રિયા 45 દિવસમાં પુરી થશે.
આ યોજનાનો લાભ કોને મળશે?
- તારીખ 2/8/2019 થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે તેથી તારીખ 2/8/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- દંપતીની પ્રથમ બે સંતાનો પૈકી ની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ એક સાથે થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા બે કરતા વધુ થતી હોય તો પણ આ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની છોકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
- વહાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની પતિ-પત્નીની બંનેની સાથે થઈને વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે એક સમાન એટલે કે બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ આવકની મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
મળવાપાત્ર લાભ કેટલું હશે?
- વાલી દિકરી યોજના માં કુલ ત્રણ હપ્તા માં એક લાખ અને દસ હજાર રૂપીયા મળવાપાત્ર રહેશે.
- પ્રથમ હપ્તો દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000 રૂપિયા મળવાપાત્ર થશે.
- બીજો હપ્તો નવમા ધોરણમાં પ્રવેશ વખતે છ હજાર રૂપિયાનો મળવાપાત્ર થશે.
- ત્રીજો હપ્તો અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે કુલ એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ.
કયા કયા આધાર પુરાવાની જરૂર રહેશે?
- દીકરી ના જન્મ નું પ્રમાણપત્ર
- દીકરી ના આધારકાર્ડ નંબર (જો હોય તો)
- માતા-પિતાના આધાર કાર્ડ
- માતા-પિતાના જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાની કુલ વાર્ષિક આવક નું પ્રમાણપત્ર મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારી ઓફિસ દ્વારા આપવામાં આવેલ હોય તેવું હોવું જોઈએ.
- દંપતીના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા
- નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું
- અરજદારના રેશનકાર્ડની નકલ
વહાલી દીકરી યોજનાનુ ફોર્મ ડાઉનલોડ કરો : CLICK HERE
TAG: vahali dikri yojana, vahali dikri yojana form, vahali dikri yojana pdf, vahali dikri yojana form in gujarati,vahali dikri yojana form pdf download gujarati, vahali dikri yojana registration, vahali dikri yojana helpline number, vahali dikri yojana eligibility
Post a Comment