ગુજરાતના લોકનૃત્યો । GUJARAT NA LOK NRITYA IN GUJARATI PDF DOWNLOAD

 

  નમસ્કાર વિધ્યાર્થી મિત્રો,

                    તમને બધાને ખબર જ હશે ગુજરાત સરકારની કોઈ પણ પરિક્ષા હોઈ જેવી કે ક્લાસ ૩ ની કોઈ પણ જેમા બિનસચિવાલય, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, કો‍ન્સ્ટેબલ, પી.એસ.આઈ જેવી તથા GPSC CLASS 1-2 વગેરે કોઈ પણ ભરતી માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાઁ ખુબ જ અગત્યનો ટૉપિક જેમા ગુજરાતના નૃત્યો અથવા તો ગુજરાતના લોક્નૃત્યોનો સમાવેશ થાય છે.

                    ગુજરાતના લોક્નૃત્યો આ પુસ્તક ગુજરાત સરકારના માહિતી નિયામક કચેરી,ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાઁ આવેલ છે. આ પુસ્તક નિયામક કચેરી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માઁ બહાર પાડવામાઁ આવેલ છે. આ પુસ્તક આપણા ગુજરાતમાઁ પ્રચલીત લોકોનૃત્યો વિશે સમ્પૂર્ણ માહિતી આપવામાઁ આવી છે જે આપ તમામ વિધ્યાર્થી મિત્રો માટે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી માટે ઉપયોગી સાબિત થાઈ એના માટે આપણી આ વેબસાઈટ પર આ પુસ્તકની કોપી PDF સ્વરૂપે મુકવામા આવી છે.  

                નૃત્ય એ અભિવ્યક્તિ કરવાનુઁ એક એવું માધ્યમ છે, જેમાં ભાષા કરતાં વ્યક્તિ અથવા તો કોઈ શંદેશાના ભાવનું વધુ મહત્ત્વ રહેલું છે.કોઈ પણ સમાજમાઁ ધાર્મિક, સામાજિક પ્રસંગો તથા પર્વો અને મેળાઓમાં નૃત્યોનું ખુબ જ આગવું સ્થાન રહ્યું છે. દરેક નૃત્યસ્વરૂપની તેની આગવી ઓળખ હોય છે. લોક્નૃત્યોમાઁ શબ્દ, લય અને સંગીતમાં વિવિધ પ્રાંતની સોડમ મહેકતી હોય છે. શાસ્ત્રીય અને લોકનૃત્યોનાં વિવિધ સ્વરૂપો છે. આપણા ગુજરાતનાં કરવામાઁ આવતા લોકનૃત્ય, દાંડિયા રાસ, ગરબા, રાસડા, ગરબી અને આદિવાસી નૃત્યો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. શક્તિની ઉપાસના તરીકે અથવા શૌર્યની અભિવ્યક્તિ સ્વરૂપે, પ્રેમ - પીડા, હાસ્ય - રુદન જેવા તમામ ભાવોની ઝલક આપણાં લોકનૃત્યોમાં જોવા મળે છે.

                લોકનૃત્યો એ માનવીમાં પરમ આનંદ અનુભૂતિ છે. આપણા ગુજરાતની વૈવિધ્યસભર સંસ્કૃતિમાં સૌરાષ્ટ્ર , કચ્છ , ઘેડ - નળકાંઠા , ભાલકાંઠા તેમજ આદિજાતિ વિસ્તારોમાં ભોજન , વસ્ત્ર - પરિધાન , ભાષા , ધર્મ , નૃત્ય અને લોકગીતોમાં  વિશિષ્ટતા સરળતાથી જોવા મળે છે. આથી જ ગુજરાત રાજ્ય આધુનિકતા સાથે પોતાની આગવી ભાતીગળ સંસ્કૃતિને જાળવી રાખવામાં સફળ થયું છે. નૃત્ય એ લોકોના તન - મનને એકાકાર કરતો સંગીતમાઁ મગ્ન કરતો માર્ગ છે . લોકનૃત્યો સમૂહમાં એકસાથે સ્થાનિક વિસ્તારના પોતાના વાદ્યોના તાલે અને લોકગીતોના લય સાથે ઝૂમતા કરી દેનારો અનેરો અવસર છે. લોકનૃત્યોના માધ્યમથી આપણને ચોક્કસ વિસ્તારના લોકોની જીવનશૈલીને નજીકથી સ્દારી રીતે જાણવાનો અને માણવાનો અવસર મળે છે. ગુજરાત રાજયમાં સ્થાનિક લોકોની રુચિ પ્રમાણે ગરબા , રાસ , હુડો , ટીપ્પણી, ગરબી, ડાંડિયા રાસ તેમજ તલવાર નૃત્ય જેવા જુદા - જુદા પ્રકારો ખેલૈયાઓ માટે તેમજ તેમને નિહાળતા લોકો માટે જીવનભરની આનંદમય ક્ષણો બની જતી હોય છે.

                ગુજરાતના લોકનૃત્ય તરીકે “ રાસ - ગરબા'ની પ્રસિદ્ધિ દુનિયાભરમાં પહોંચી આજે ગુજરાતની આગવી ઓળખ સમા બની ગયાં છે , ગુજરાતની લોકસંસ્કૃતિમાં અને લોકસાહિત્યમાં રાસ - ગરબા સિવાય હુડો , ટિપ્પણી , ગોફ ગૂંથન જોવા અનેક પ્રકારના નૃત્યો પણ લોકનૃત્યો તરીકેનું માનવંતું સ્થાન ધરાવે છે . સમાજના લોકો વિવિધ નૃત્યો વડે આનંદને વ્યકત કરી લોકનૃત્યોના વારસાને સમૃદ્ધ બનાવે છે . ગુજરાતની સાંસ્કૃતિક લોકકલાના વારસારૂપ લોકનૃત્યો , લોક ઉત્સવો ધાર્મિક પરંપરાઓ સાથે પ્રાચીન કાળથી જ આપણી સાથે જોડાયેલા છે . દરેક ઋતુ , તહેવાર , પ્રસંગ અને રિવાજના અલગ - અલગ નૃત્યો પ્રચલિત છે . લોકહૈયાં આનંદ વિભોર બનીને નાચે છે ત્યારે જીવનનો થાક ખંખેરી હળવાફૂલ બની જતા હોય છે . લોકનૃત્યોનો સંબંધ સામાજિક ઉત્સવ સાથે જેટલો સંકળાયેલો છે તેટલો જ ધાર્મિક પરંપરા સાથે પણ જોડાયેલો છે . ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત , ભાલ - નળકાંઠા , વઢિયાર અને કાઠિયાવાડ જેવા વિસ્તારોની ભૌગોલિક તેમજ સામાજિક ૫ રિસ્થિતિઓનું નિરૂપણ આ લોકનૃત્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે . કોઈપણ સમાજના લોકનૃત્યો પર જીણવટપૂર્વક નજર કરતા તેમાં તેમની રોજીંદી ક્રિયાઓ તેમજ સ્થાનિક ઉત્સવોની વિશિષ્ટતાને ઊંડાણપૂર્વક સમજી શકાય છે.

 

 


અનુક્રમણિકા:(TABLE OF CONTAIN)

 

૧. લોક સંસ્કૃતિ અને કલા ........

૨. લોકનૃત્ય : સ્વરૂપ અને પ્રકાર .......

૩.આદિનૃત્યો............

૪. આદિવાસી લોકનૃત્યો ...........

૫. રાસ - રાસડા ...........

૬.ગરબા - ગરબી ...........

૭.સૌરાષ્ટ્રનાં લોકનૃત્યો..........

૮.કચ્છનાં લોકનૃત્યો ...........


TAG : GUJARAT NA LOK NRITYO, GUJARAT NA LOK NRITYA, GUJARAT NA LOK NRUTYO,
GUJARAT NA LOK NRUTYA, GUJARAT NA LOK NRITYO IN GUJARATI,GUJARAT NA LOK NRITYO IN GUJARATI PDF DOWNLOAD, GUJARAT NA LOK NRITYA IN GUJARATI PDF DOWNLOAD, GUJARAT NA LOK NRITYA PDF DOWNLOAD IN GUJARATI, GK OF GUJARAT MATERIAL, FOLK DANCE OF GUJARAT, FOLK DANCE GUJARAT IN GUJARAI 

Post a Comment