Aadhar card link with mobile number

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક

 

પ્રસ્તાવના  ( INTRODUCTION )

 દુનિયાના તમામ દેશોમાં પોતાની ઓળખ માટે કોઈને કોઈ કાર્ડ હોય જ છે. જે પૈકી આપણા ભારત દેશમાં પોતાની ઓળખ આપવા માટે આધાર કાર્ડ નો ઉપયોગ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પુરા દેશમાઁ આધાર કાર્ડ તૈયાર કરવા અને તમામ લોકોના આધારકાર્ડને મળી તે માટે ઓફિશીયલ વેબસાઈટ https://uidai.gov.in/ છે જેના પર જઈ આપના આધારકાર્ડના કોઈ પણ પ્રોબ્લેમ નો નિકાલ થઈ જશે.

aadhar card link mobile number


આધાર આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો માટે જરૂરી છે?

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવુ જરૂરી છે તેના બે ફાયદા છે.

જ્યારે તમે આધાર કાર્ડ માં કોઈ બદલાવ કરો છો અથવા તો કરવા માંગો છો ત્યારે તમારી પાસે OTP આવે છે તે OTP ના કારણે જ આધાર કાર્ડમા બદલાવ થઈ શકે છે તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક નહીં હોય તો તમારા નંબર ઉપર OTP આવશે નહીં અને તમે કોઈપણ અપડેટ કરી શકશો નહીં અથવા તો જૂનો મોબાઈલ નંબર લીંક કરેલ હોય તો તેની જગ્યાએ નવો નંબર લીંક કરાવવુ જરૂરી છે. 

જ્યારે તમે ઓનલાઈન કામ કરો છો ત્યારે તમારે આધારકાર્ડ નંબર નાખવાની જરૂરિયાત હોય છે અને તેના વેરિફિકેશન માટે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવે છે જો મોબાઈલ નંબર લીંક જ ના હોય તો OTP તમારા મોબાઇલ પર આવશે નહીં અને તમારું કામ થશે નહીં તેથી મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બને છે.

ભારતમાં આધારકાર્ડ ની શરૂઆત તારીખ 28 જાન્યુઆરી ૨૦૦૯થી કરવામાં આવેલ છે.

ભારતમાં સૌપ્રથમ આધારકાર્ડ કોનું બનાવવામાં આવ્યું ?

ભારતમાં સૌપ્રથમ આધારકાર્ડ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના તંભાલી ગામના રહેવાસી શ્રીમતી રંજના સોનાવાને નુ બનાવવામાં આવ્યું હતું.
 
👉આધાર કાર્ડ માં સમાવિષ્ટ માહિતી

1) આધાર કાર્ડ ધારક નું નામ

2) જન્મ તારીખ
 
3) આધાર કાર્ડ નંબર જે 12 અંકનો હોઈ છે.

4) સરનામું

5) આધાર કાર્ડ ધારક નો ફોટો

6) scan QR


👉દેશમાં અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડ બનાવવામાં આવેલ છે ?

ભારત દેશમાં અત્યાર સુધીમાં 124 કરોડ આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે.

( નોંધ -: તમારા આધાર કાર્ડ માં કોઈપણ કારણોસર ભૂલ થયેલ હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરીને તે સુધારી શકો છો )

આધાર કાર્ડ ના ફાયદાઓ ( BENEFITS OF AADHAR CARDS )


1) આધાર કાર્ડ દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલી શકાય છે.

2) આધાર કાર્ડ દ્વારા તમારી પેન્શન સુવિધા ની રોકડ      રકમ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે.

3) આધાર કાર્ડ વેરીફીકેશન દ્વારા પાસપોર્ટ માટે અરજી કરી શકાય છે.

4) આધાર કાર્ડ માં તમામ ડોક્યુમેન્ટ સમાવિષ્ટ છે માટે તમે કોઇપણ સ્થળે પોતાના આધાર પુરાવા માટે આધાર કાર્ડ નો ઉપયોગ કરી શકો છો.

5) આધારકાર્ડ માં દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ ADD કરેલ હોય છે માટે કોઈપણ વ્યક્તિને કોઈ પણ સ્થળેથી સરળતાથી શોધી શકાય છે.

6) આધાર કાર્ડ દ્વારા જન ધન ખાતુ ખોલાવી શકાય છે.

7) એલપીજી ગેસની સબસીડી લઇ શકાય છે.

8) સિમકાર્ડ ખરીદી શકાય છે.

( નોંધ -: ભારત સરકારના આદેશ પ્રમાણે કોઈપણ ભારતીય નાગરીકે પોતાનું આધારકાર્ડ પ્રાપ્ત કરવા માટે વિનામૂલ્યે અરજી કરી શકે છે.)


👉 મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા ના ફાયદા (benefit of linking aadhaar with mobile number)


1) જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે ઓનલાઇન તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

2) KYC સરળતાથી કરી શકાય છે.

3) ઓનલાઈન ઇન્કમટેક્સ રિટર્ન ભરી શકો છો

4) ઘણી બધી ઓનલાઇન સેવાઓનો લાભ ઉઠાવી શકો છો.

5) જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે એટીએમ કાર્ડ પણ કઢાવી શકો છો.

6) બેન્કિંગ સંબંધી તમામ કાર્યો ઓનલાઇન કરી શકો છો.



👉 મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું ( Link aadhar card with mobile number)


STEP 1 -: મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે સૌપ્રથમ તમારે https:/uidai.gov.in/ વેબસાઇટ પર એન્ટર થવાનું રહેશે.

STEP 2 -: જ્યાં હોમ પેજ ખુલશે.
તેમાં પ્રથમ MY AADHAR પર ક્લિક કરો અને ત્યારબાદ BOOK AN APPOINTMENT ઓપ્શન પર ક્લિક કરો

STEP 3 -: પછી તમારું સિટી અને લોકેશન પસંદ કરો

STEP 4 -: ત્યારબાદ આધાર અપડેટ પર ક્લિક કરો અને નીચે તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ GENERATE OTP પર ક્લિક કરવાનું રહેશે.

STEP 5 -: તમારા મોબાઇલમાં એક OTP આવશે જેને તમારી દાખલ કરવાનું રહેશે અને VERYFY OTP પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6 -: ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી ડાબી બાજુ આધાર કાર્ડ નો નંબર, મોબાઈલ નંબર અને તમારું નામ દાખલ કરવાનું રહેશે.

STEP 7 -: અને જમણી બાજુમાં ડોક્યુમેન્ટ, રાજ્ય, શહેર અને આધાર કેન્દ્ર સિલેક્ટ કરવાનું રહેશે.

STEP 8 -: ત્યારબાદ નવા પેજ પર મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ થોડા જ સમયમાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે.


( નોંધ -: ઓનલાઈન નંબર લિંક કરવા માટે પચાસ રૂપિયા  ચાર્જ ભરવું જરૂરી છે )


TAG: aadhar card, aadharcard download, aadharcard link with mobile, aadharcard link with mobile number, aadharcard link with mobile number in gujarati,aadhar card link with mobile number centre near me, aadharcard update, aadhar card mobile number check, aadhar card mobile number update, aadhar card mobile number change, aadhar card mobile number change online, aadhar card mobile number change near me, aadhar card mobile number change in gujarati

Post a Comment